વડોદરા: વડોદરા જિલ્લાના શિનોરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ છે. શિનોર પંથકના ગામડાઓમાં કયાંક અમી છાંટણા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
લાંબા વિરામ બાદ શિનોર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા શિનોર પંથકમાં ઠંડક પ્રસરી છે. શિનોર, મિઢોળ, સુરાસામળ, સાધલી, ઉતરાજ, સેગવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે.
વડોદરાના કરજણ શહેર અને તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. કરજણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ કરજણ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા કરજણ પંથકમાં ઠંડક પ્રસરી છે. નેશનલ હાઇવે નંબર 48, જુના બજાર વિસ્તાર, નવા બજાર વિસ્તાર, આમોદ રોડ, પાદરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 21 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં વરસાદ વરસશે.
22 ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક હળવો વરસાદ રહેશે. મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ સુધી 93.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે. જેના કારણે ગુજરાત ઉપર 700 HPના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે. તેના કારણે 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામા 1 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસશે.
ગુજરાતમાં 20, 21, 22 ઓગ્સ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં 1 થી 4 ઈંચ જેટલા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.