વડોદરા: શહેરની મુદ્રા સોસાયટી ગઇકાલે સમી સાંજે લૂંટની ઘટના બની છે સાંજે 8 વાગ્યે વાસણા ભાયલી રોડ પર મુદ્રા સોસાયટીમાં સાંજે 8 વાગ્યે લૂંટારૂએ બંદૂકનીઅણીએ 50 તોલા સોનુ અને 25 હજાર રોકડની લૂંટી ફરાર થયા હતા. આ ઘટના મુદ્રા સોસાયટીમાં રહેતા જર્મનીના એન.આર.આઈ પટેલ પરિવારને ત્યાં ઘટી હતી. ઘટનાના પગલે પરિવારે 3 બંદૂકધારી લૂંટારૂ સામે ફરિયાદ નોધી છે. ઘટનાની જાણ થથાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ  હાથ ધરીહતી. પોલીસે તહેવારો આવતા આંતર રાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે. 


CRIME NEWS: જામકંડોરણામાં રાત્રે દોઢ વાગ્યે પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા


CRIME NEWS: રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક રામપર ગામે વાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જામકંડોરણા તાલુકાના રામપર ગામમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.  ઘરકામ અને મજૂરી કામ બાબતે જઘડો થતા પત્નીને પતિએ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી. બે-એક દિવસ પહેલાં જ મધ્ય પ્રદેશના જાંબુઆનો પરિવાર ખેત મજૂરી કરવા રામપરના વિપુલભાઈ ચોવટીયાની વાડીએ આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો અને તેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું. 


મૃતક મહિલાનું નામ રમીલાબેન દીનેશભાઈ બિલવાલ છે અને તેમની ઉંમર 33 વર્ષની હતી. જ્યારે તેમના પતિ નામ દિનેશ વાલીયા બિલવાલે છે. રાત્રીના સમયે દોઢેક વાગ્યે આ સામાન્ય બાબતના ઝઘડાઓ ઉગ્રરૂપ ધારણ થતાં ઉશ્કેરાયેલા પતિ દિનેશના હાથમાં કુહાડી આવી જતા કુહાડીના બે-ત્રણ ઘા મારી પત્નીની હત્યા નિપજાવી હતી. ઘટના સ્થળે જ આદિવાસી મહિલા રમીલાબેને દમ તોડી દીધો હતો. જે બાદ જામકંડોરણા પોલીસે પતિ દિનેશની ધરપકડ કરી હતી અને હત્યામાં ઉપયોગ લેવાયેલી કુહાડી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


પરણીતાને બંધક બનાવી 3 નરાધમોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ
પતિની રાહ જોતી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. પરિણીતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં બનાવના બે મહિના બાદ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચીની ધરપકડ કરી છે. 


આ અંગેની વધુ વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરણીતા  મોડી રાતે પતિની રાહ જોઈ રહી હતી. આ સમયે  પરિણીતાને રિક્ષામાં ખેંચી બળજબરીપૂર્વક તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 34 વર્ષીય મહિલાનો દુષ્કર્મ સમયનો વીડિયો આરોપીએ રેકોર્ડ કરી મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.



ફરિયાદ પ્રમાણે, બે મહિના પહેલા તે પતિની રાહ જોઈ રાતે  અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામેના મેદાન પાસે ઉભી હતી. આ સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રિક્ષામાં તેને ઉઠાવી ગયો હતો. અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસની સાથે મળી તેની સાથે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીઓએ પતિને મારી નાંખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી મળતા પરણીતાએ અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી. હવે પરણીતાએ પતિને સમગ્ર બનાવ વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે.