વડોદરાઃ વડોદરામાં સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું. પતિએ તેને ઢોરમાર માર્યો હતો. પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યે છે.
સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે તેની જ પત્નીએ જે. પી. રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા જીજ્ઞાાબેન પરેશભાઈ પટેલે જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ પરેશ સુરેશભાઈ પટેલ (રહે. ક્લાસિક ટાવર, અકોટા ગાર્ડન સામે) શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવે છે. 2014મનાં તે પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ માટે રશિયાથી હન્ના ચુકો અને વિક્ટોરિયા એ બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો. હન્ના ચુકો મસાજ થેરાપિસ્ટ છે.
તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, હન્ના ચુકો અને મારા પતિ પરેશ પટેલ વચ્ચે ધીરેધીરે નિકટતા વધવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. મસાજ પાર્લમાં જ બંને એકબીજામાં ડૂબીને હવસ સંતોષતાં હતાં. આ બાબતની જાણ થતાં પત્નિએ ડિસેમ્બર મહિનામાં પતિ સાથે આ બાબતની ચર્ચા કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને મને ઢોર માર માર્યો હતો. હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકોટાના એક ડોક્ટર પાસે મારી ટ્રિટમેન્ટ કરાવી હતી. પતિના મારથી મને 20 ટાંકા આવ્યા હતા અને શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો. તે વખતે મારા પતિએ મારી સાથે સમાધાન કર્યું હતુ અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી.
2015માં રશિયન યુવતી ગર્ભવતી બની હતી. આ બાબતની જાણ થતા જ હું હેબતાઈ ગઈ હતી. નવ મહિના પછી હન્નાએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી હન્ના મારા ઘરે અવારનવાર આવતી હતી. મારા પતિએ મને કહ્યુ કે, હન્નાને ભારતની સિટિઝનશીપ લેવી છે એટલે તેણે ભારતમાં બાળકને જન્મ આપ્યો છે. પાછળથી મને ખબર પડી કે, હન્નાની કૂખે જન્મેલા બાળકનો પિતા મારો પતિ પરેશ પટેલ જ છે.
મારા પતિ થકી જ તે સગર્ભા બની હતી અને બાળકના જન્મ બાદ તેને પોતાનુ નામ પણ આપ્યુ હતુ. આ બાબત જાહેર થયા પછી મારો પતિ અને હન્ના એકસાથે અકોટા વિસ્તારના ક્લાસિક ટાવરમાં રહે છે અને હું મારા પુત્ર સાથે મુજમહુડાના અશ્વમેઘમાં રહુ છું. તેઓ મારી કાર પણ લઈ ગયા છે.
આ ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે પરેશ સુરેશભાઈ પટેલ અને રશિયન યુવતી હન્ના ચુકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
વડોદરાઃ સ્પા માલિકને મસાજ થેરાપિસ્ટ રશિયન યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સ્પામાં જ મનાવતાં રંગરેલિયાં ને હવસ સંતોષતાં, પછી......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 01:39 PM (IST)
રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -