વડોદરા: ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ થઇ છે. સાઉથ આફ્રિકાથી આવેલો યુવક કોરોના પોઝિટિવ થયો હતો. કોરોનાના ઓમિક્રોન વાયરસનો પેટા પ્રકાર 5 વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. વડોદરામાં સાઉથ આફ્રિકાથી એક 29 વર્ષિય યુવક આવ્યો હતો. યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન 5 પેટા પ્રકારની પુષ્ટિ થઇ છે. યુવકના માતા પિતા સહિતનું મોનીટરીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવકના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી.
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1675 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2022 નવા કેસ નોંધાયા અને 46 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2,226 નવા કેસ અને 65 લોકના મોત થયા છે. શનિવારે 2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,841 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,490 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,00,737 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,52,70,955 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,76,878 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી
દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી.
રસીકરણ પર મૂક્યો ભાર
ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.