વડોદરા: શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં તે ઘાયલ થયો છે. ઘાયલ થયેલા યુવાનનું નામ હિરેન પરમાર છે અને સૌથી મહત્વની વાત છે કે, તેના લગ્ન 6 જૂનના રોજ રાખવામાં આવ્યા હતા. હવે હિરેન ઘાયલ થતા લગ્ન પ્રસંગ કેવી રીતે થશે એ અંગે પરિવારમાં ચિંતાનો માહોલ છે. હિરેન ટેટૂ બનાવી આપવાનો ધંધો કરે છે. હાલમાં ઘાયલ થતા આર્થિક મુસિબતનો સામનો પણ કરવો પડી શકે છે.
 
આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો, રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ હિરેન એક્ટિવ પર જતો હતો ત્યારે અચાનક કૂતરાઓ ભસતા ગાય એકટીવા સાથે અથડાઈ હતી. જેના કારણે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગે ઇજા થતાં SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા પોહચવાથી 10થી 12 ટાંકા લેવા પડ્યા હતા. વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના કારણે આ ત્રીજો બનાવ છે. પાલિકા તંત્ર દ્વારા ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર રહી છે.


મહેસાણામાં પોતાને ડોન ગણાવતા વ્યક્તિની જાહેરમાં હત્યા
મહેસાણા: શહેરના ગોપીનાળા પાસે કુખ્યાત શખ્સની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો હતો. ગોપાલ નામના માથાભારે શખ્સની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. પોતાને ડોન ગણાવતા ગોપાલ નામના વ્યક્તિની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ધારદાર હથિયાર વડે હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


65 વર્ષના હવસખોરની હેવાનિયત, બે બાળકીને હવસનો શિકાર બનાવી
RAJKOT : રાજકોટમાં એક 65 વર્ષીય હવસખોરની હેવાનિયત સામે આવી છે. આ હવસખોરે એક નહીં પણ બે બે યુવતીઓએ પોતાની હવસનો શિકાર બનાવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં આ 65 વર્ષના હવસખોરે  હેવાનિયતની હદ વટાવી દીધી. એક નહિ બે માસૂમ બાળાઓ પર કુ દ્રષ્ટિ કરી. 


સડક પીપળીયા ગામની સીમમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં પોતાના દીકરી જમાઇના ઘરે આવેલા આ હવસખોરે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી. બાળકી લોહીલુહાણ બની ગઇ ત્યાં સુધી પીંખ્યા કરી. બીજી પાંચ વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા કર્યા.ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી સાલિકરામ રામસરધાર નામના 65 વર્ષીય હવસખોરને ઝડપી લીધો હતો.આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.


આરોપી સાલિકરામ રામસધાર ઉત્તરપ્રદેશ રહેવાસી છે. સડક પીપળીયા ગામે આવેલી મજૂર કોલોનીમાં રહેતી દીકરીના ઘરે આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતા પરિવારની એક  પાંચ વર્ષની  અને બીજી સાડા ત્રણ વર્ષની બાળકીઓને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી.