વડોદરા: પોતાની જાત સાથે લગ્ન કરીને ચર્ચામાં આવનાર શમા બિંદુને ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું છે. શમાએ પોતાની જાત સાથે સોલોગામી લગ્ન કરતા દેશના આ પ્રથમ લગ્ન હતા. આ પહેલા ક્યારેય કોઈએ આ રીતે પોતાની જાત સાથે લગ્ન કર્યા નહોતા. જો કે જ્યારથી શમાએ આ લગ્નની જાહેરાત કરી હતી ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો હતો. ત્યાર બાદ લગ્નની તારીખ પણ બદલી નાખી હતી અને કોઈ મેળાવડા વગર સાદાઈથી લગ્ન કર્યા હતા. જો કે તેનો વિરોધ યથાવત રહ્યો હતો. ફ્લેટના રહીશોએ વિરોધ કરતા મકાન માલિકે ઘર ખાલી કરાવ્યું હતું. હવે શમાએ વડોદરા શહેર અને નોકરી છોડી દીધી છે. શમાએ સવાલ કર્યો કે, જો વૃક્ષ સાથે લગ્ન થઈ શકે તો જાત સાથે કેમ નહીં.


ઉદયપુર જેવી હાલત કરવાની ભાજપ નેતા મળી ધમકી
વડોદરા: જ્યારથી ઉદયપુરમાં ટેલરની જાહેરમાં હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. બીજેપીના પૂર્વ પ્રવક્ત નુપૂર શર્માના સમયર્થનમાં ટેલરે કરેલી પોસ્ટ બાજ તેમને ધમકી મળી હતી અને બાદમાં તેની બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નોંધનિય છે કે, ગઈ કાલે સુરતના એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ઘમકી મળી હતી, હજી એ વાત તાજી જ છે ત્યારે વડોદરામાં પણ એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, પાદરાના ડબકા ગામના યુવાને ભાજપના ઉપપ્રમુખને ધમકી આપી છે. ઉપપ્રમુખે ફેસબુકમાં મુકેલી ઉદયપુર હત્યાની કરુણતાની પોસ્ટના કમેન્ટ બોક્સમાં એક ફેસબુક યુઝરે મારી નાખવાની ધમકી આતતા ચકચાર મચી જવા પામી છે. એક શખ્સે ઉદયપુર જેવી હાલત કરી અપ શબ્દો બોલીને ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પાદરા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ નિલેશ જાદવને ધમકી મળતા તેમણે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક હી હાલત દેખી હે ઓર અભી તેરે જેસો કી બાકી હે , યાદ રખ.. આવું લખાણ લખ્યા બાદ અપશબ્દો લખી ભાજપ નેતાને ફેસબુક પર ધમકી આપવામાં આવી છે.