વડોદરા: પાદરા રોડ પાલિકા દ્વારા ત્રણ મંદિર તોડી પાડવાનો મામલો હવે ગરમાયો છે. પાલિકાએ મધરાત્રીએ મંદિર તોડી પાડતાં હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યાર બાદ ટીમ રિવોલ્યુસન દ્વારા રેતી ઈંટો મૂકી તાત્કાલિક મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. ટીમ રિવોલ્યુસન સાથે હિન્દુ સંગઠનો પાલિકા વિરૂદ્ધ મંદિર નિર્માણ કાર્યમાં જોડાયા હતા. પાલિકાએ તોડેલી જગ્યાએ પુનઃ મંદિર નિર્માણ કાર્યથી પોલીસ દોડતી થઇ હતી. પોલીસે સ્વેજલ વ્યાસ, કોંગી પ્રમુખ ઋત્વિજ સહિત ત્રણની અટકાયત કરી છે. અગ્રણીઓની અટકાયત થતા સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. હાલમાં મંદિર તોડવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.


 



ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ
Bhavnagar : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.  ધરોઈ ગમે કુંવામાંથી ગાળ કાઢતી વખતે માનવ અસ્થિઓ મળી આવ્યા હતા. આ માનવ અસ્થિઓમાં કોપડી, જડબું, હાથ અને પગના ભાગો છે. ધરોઈ ગામ બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા  બગદાણા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બગદાણા પોલીસે હાલ માનવ કંકાલને ભાવનગર પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવામાં આવેલ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. બગદાણા પોલીસે  આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે


જૂનાગઢમાં ત્રણ શખ્સોએ યુવાનની હત્યા કરી ખુલ્લી જગ્યામાં નાખી દીધો મૃતદેહ
જૂનાગઢમાં હત્યાની હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં ત્રણ શખ્સોએ એક યુવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરી તમામ પુરાવાઓનો નાશ કરી મૃતકના મૃતદેહને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો, જેના હાડકા મળી આવતા હડકંપ મચી ગયો છે. ખુલ્લી જગ્યામાં  માનવ કંકાલ મળી આવતાચકચાર મચી જવા પામી હતી.


અજય કોળી, સંજય આદિવાસી અને એક સગીર  સહિત ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મૃતક સંજય ચૌહાણનું મોટરસાઇકલ  પણ તળાવમાં ફેંકી દીધું હતું. ઘણા દિવસો સુધી મૃતક સંજય ચૌહાણ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ મૃતક ગમ થયા હોવાની પોલિસ ફરીયાદ નોંધાવી હતી.