વડોદરા: નવજાત બાળકોને લોકો દ્વારા રસ્તા પર કે પછી હોસ્પિટલની બહાર મૂકીને નાસી ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણા બાળકો જીવીત હોય છે તો ઘણા મૃત પામી ચૂકેલા હોય છે. માતાપિતાના પાપે બાળકને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવા જ નવજાત બાળકને મૃત હાલતમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં અજાણી વ્યક્તિ મુકીને ફરાર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે વડોદરા શહેરમાં આવેલા ગોત્રીમાં હરિનગર બ્રીજ નીચે એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. વહેલી સવારે ચાની કિટલીવાળા ભાઈનું ધ્યાન જતા તેમના દ્વારા ટેમ્પા ચાલકને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ જઈને જોતા નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના શરીર પર કિડીઓ ફરી વળી હતી. જેથી ટેમ્પા ચાલક દ્વારા આ અંગે પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકનો મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.




આ અંગે સ્થાનિકના જણાવ્યા અનુસાર,ચાની કીટલીવાળા ભાઈએ ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ તપાસ કરતા બાળકને કોઈ મૂકીને જતું રહ્યું હોય તેમ લાગતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આ બાળકને હું પોલીસ સાથે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ બાળક હજી એક દિવસનું જ હોય તેમ લાગી રહ્યું છે.


ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત


ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેઘરજ તાલુકાના કાલીયા કૂવા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાન સરહદની સરથુણા ચોકડી નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકો મેઘરજના ડચકા બેલ્યો ગામના હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. સમગ્ર મામલે મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


સુરતના ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ


સુરત શહેરમાં સરકારી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને બગીચામાં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા. બીજા દિવસની રાત્રે પોતે તે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.એટલું જ નહીં, જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial