Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીની છોકરાઓની હોસ્ટેલના MM મહેતા હોલની હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી માણતા ઝડપાયા હતા. વિજિલન્સની ટીમને માહિતી મળી હતી કે છોકરાઓની હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાદ વિજિલન્સની ટીમ રૂમ નંબર 34માં ત્રાટકી અને વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ પણ થયો હતો. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. 34 નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.
જો કે દાવો છે કે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડી ભાગી છૂટ્યા છે. પરંતુ અહીં સવાલ થાય છે કે વિજિલન્સની ટીમના દરોડામાં વિદ્યાર્થીઓ રંગેહાથ ઝડપાયા છે છતાં ભાગવામાં સફળ કેવી રીતે થયા. તો આ ઘટનાને આટલા કલાકો બાદ પણ પુરાવા હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન માત્ર રિપોર્ટ રિપોર્ટની વાતો કરી રહી છે. પુરાવા છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી રહી નથી. યુનિવર્સિટીએ હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. વીડિયોના પુરાવા હોવા છતાં પોલીસે પણ કેમ તાત્કાલિક પગલા ભર્યા નથી. સવાલ એ પણ છે કે શું યુનિવર્સિટી પ્રશાસન આ નબીરા વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પહેલા રાજકોટ નજીક મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. મારવાડી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડ મળી આવ્યા હતાં. તો થોડા સમય પહેલા ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નં 41માં ઓચિંતા તપાસ કરતા એક દારૂની બોટલ મળી આવી હતી.
નોંધનીય છે કે વડોદરા જિલ્લાના કરજણ હાઇવે પર એક હોટલના પાર્કિગમાં ઊભી રહેલી ટ્રકમાંથી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલનો સ્ટાફ કરજણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર માંગલેજ ગામ પાસે મહાદેવ આઇમાતા હોટલના પાર્કિગમાં મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં તપાસ કરતાં તેમાં બે શખ્સો મળ્યા હતાં