રાજ્યમાં ઉર્જા ક્ષેત્ર વિશ્વ કક્ષાનો 'SWITCH' કાર્યક્રમ યોજાશે, જેમા 100 જેટલી નવી શોધખોળ વેચાણ માટે મુકવામાં આવશે
abpasmita.in
Updated at:
28 Sep 2016 10:19 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રથમ વખત ઉર્જા ક્ષેત્રે વિશ્વ કક્ષાનો સ્વીચ 2016 કાર્યક્રમનુ આયોજન રાજય સરકાર દ્વારા વડોદરા ખાતે કરવામાં આવ્યુ છે. જોકે આ કાર્યક્રમ 6 ઓક્ટોબરથી લઇને 10 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. તથા આ કાર્યક્રમમાં વિશ્વના 42 દેશના ઉર્જા મંત્રીઓ ભાગ લેશે, તો બીજી તરફ આ કાર્યક્રમમાં બાબા રામદેવ પણ હાજરી આપી ઉર્જા વૈકલ્પિક સ્ત્રોત અંગે વક્તવ્ય આપશે. સરકારના આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ એનર્જી, ઇનોવેશન ટેક્નોલોજી, નેશનલ પાવર મીનીસ્ટર્સ સહિતના અનેક સેમિનાર યોજવામાં આવશે. તથા સ્વીચ કાર્યક્રમમાં વિશ્વભરના ઇલેક્ટ્રીક સાધનોનુ ઉત્પાદન કરનાર યુરોપના દેશમાંથી કુલ 200 જટેલા ખરીદારો સહિત મધ્ય પુર્વના દેશોમાથી 75 જટેલા ખરીદદારોને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. સરકારનુ કહેવુ છે કે આ પ્રકારના કાર્યક્રમથી દેશમાં આવનારા દિવસોમાં રોજગારનુ નિર્માણ થશે, અધતન ટેકનોલોજી ઇનોવેશન અને શોધખોળ તેમજ ઉર્જાનો કેવી રીતે બચાવ કરવો તેનુ માર્ગદર્શન મળશે તથા દેશમાં ઉભરતા ઉધોગ સાહસિકો માટે ખાસ સ્ટાર્ટ આપ ઇન્ડિયાનુ એક પ્લેટફોર્મ મળી રહેશે જોકે આ કાર્યક્રમમાં 8500 જટેલા ખરીદારો સાથે 100 જટેલી નવી શોધખોળ મુકવામાં આવશે. અને 650 જેટલા સ્ટોલ મુકવામાં આવશે. જોકે આ તમામ કાર્યક્રમનો ખર્ચ રાજયસરકાર તથા કેન્દ્ર સરકાર અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ટોલ વાળા લોકો ભોગવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -