Vadodara News: વડોદરા શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, ન્યાય મંદિર વિસ્તાર, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદનું આગમન થયું છે. વડોદરા શહેર સાથે જિલ્લામાં કરજણ અને ડભોઇમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં નોંધાયો વરસાદ


18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની  હવામાન વિભાગે  આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.





  • વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • જૂનાગઢના માણાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • ભરૂચના વાગરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • જૂનાગઢના મેંદરડામાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • જૂનાગઢના વિસાવદરમાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • સુરત શહેરમાં ત્રણ ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ

  • સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ

  • વલસાડના પારડીમાં સવા બે ઈંચ વરસાદ

  • નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ

  • ધોરાજી, સુત્રાપાડા, વંથલીમાં બે બે ઈંચ વરસાદ

  • ભરૂચ, નવસારીમાં વરસ્યો બે બે ઈંચ વરસાદ

  • વેરાવળ, ભાવનગર, ભેંસાણમાં પોણા બે ઈંચ વરસાદ

  • સિહોર, અમરેલી, ચોર્યાસીમાં પોણા બે ઈંચ વરસાદ

  • ચીખલી, હાલોલ, વલસાડમાં દોઢ ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુર, જૂનાગઢ તાલુકા, શહેરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • વઘઈ, કામરેજ, બગસરામાં સવા સવા ઈંચ વરસાદ

  • માંગરોળ, કોડીનાર, મહુવામાં સવા સવા ઈંચ વરસાદ

  • ડોલવણ, જલાલપોર, માળીયા હાટીનામાં એક એક ઈંચ વરસાદ

  • બોટાદ,ઉપલેટાલ બારડોલી, ઘોઘંબામાં પોણો પોણો ઈંચ વરસાદ

  • ચુડા, વલ્લભીપુર, ધરમપુર, કલોલમાં પોણો પોણો ઈંચ વરસાદ

  • વાંસદા, સાગબારા, લીલીયા, ખેરગામમાં અડધો અડધો ઈંચ વરસાદ


અંબાલાલ પટેલે શું કરી આગાહી


આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.


 Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial