વડોદરા: શહેરમાં એનઆઈએની ટીમે ધામા નાખતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશમાં થયેસા ધર્માંતરણ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન.આઈ.એ દ્વારા ઉમર ગૌતમ અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી હતી. હવે એન.આઈ.એ.ની ટીમ વડોદરામાં સલાઉદ્દીન શેખના ઘરે પહોંચી છે. સામાજિક સંસ્થાના નામે ધર્માંતરણ માટે ફન્ડિંગ થતું હતું. ફતેહગંજના શાહીન બંગલામાં 7 જેટલા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. શાહીન બંગલો બહાર ફરીદ ખીલજી નામ લખાયું છે. ગઈકાલે અધિકારીઓ સવારે 10 થી બપોરે 3 સુધી તપાસ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પરિવારે ફંડ આપ્યું હતું જેના મામલે તપાસ થઈ હતી.
ફેબ્રુઆરીમાં ભૂજમાં ગરમીએ તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ
હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે.
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે. અને આ સાથે હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.
ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ
હવામાન વિભાગના અહેવાલ મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધી 37 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.