વડોદરાઃ વડોદરાના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલામાં કોલગર્લ સાથે સેક્સ માણી રહેલા યુવકને ઝઢપી લીધો હતો. પોલીસે નગ્ન કોલગર્લને કપડાં પહેરાવીને સાથે રહેલા યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઈલેશ પટેલ હોવાનું જણાવ્યું હતું.  પોલીસ કોલગર્લ તથા યુવક ઉપરાંત કૂટણખાનુ ચલાવતી બે મહિલાઓને પણ પકડીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.


દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પીસીબી પોલીસે દંતેશ્વર રોડ દર્શનમ એન્ટીકાના બંગલા નંબર એ-2-124માં રેડ પાડી હતી. બંગલામાંથી ઊષા ચંદ્રકાંતભાઈ મોરે નામની મહિલા મળી આવી હતી. તેણે પોતે આ મકાન લોકડાઉન પહેલા ભાડે રાખ્યું હોવાનું જણાવ્યું હતુ. તેણે પોતે કશું ખોટું નથી કરતી એવું કહ્યું હતું પણ પોલીસ ઉપર જતાં મકાનના પ્રથમ માળે જતા જમણી બાજુના રૂમનો દરવાજો અડધો ખુલ્લો દેખાયો હતો.  પોલીસે અંદર જઈને જોતાં એક યુવક અને યુવતી કઢંગી  હાલતમાં કામક્રિડામાં વ્યસ્ત જોવા મળ્યાં હતા.  મહિલા કોન્સ્ટેબલે પરપ્રાંતિય કોલગર્લને કપડાં પહેરાવ્યાં હતા જ્યારે યુવકને પૂછતાં તેણે પોતાનું નામ ઈલેશ રાજેન્દ્રભાઈ પટેલ (રહે. સ્વામિનારાયણ નગર, વાઘોડિયા રોડ) મૂળ રહે. કંડારી ગામ તા. કરજણ) હોવાનું જણાવ્યું હતુ. બીજી રૂમમાં આશા ઉર્ફે રોમા હરિશભાઈ વાઘેલા (રહે. ચામુડાનગર આજવા રોડ) તથા અન્ય કોલગર્લ મળી આવી હતી.  આશાએ  પોલીસને કહ્યું હતું કે ઉષા મોરે મારી બહેનપણી છે. અને ઉષા બહારથી કોલગર્લ બોલાવીને ધંધો કરે છે.

પોલીસે ગ્રાહક ઈલેશ તેમજ દેહવિક્રયનો ધંધો કરતી ઉષા તેમજ આશાની સામે ગુનો નોંધી  તેઓને કોરોનાના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. પોલીસે બે મોબાઈલ ફોન, રોકડા 4300 રૂપિયા  મોપેડ મળીને કુલ રૂપિયા 59,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મકાનના મૂળ માલિક ઈલેશ હર્ષદભાઈ ચોકસી પાસેથી ઉષાએ આ મકાન દેહવિક્રયના ધંધા માટે જ ભાડે રાખ્યું હતુ. અને બહારગામથી આવતી કોલગર્લને આ મકાનમાં જ રાખવામાં આવતી હતી.