પોલીસે બાતમીના આધારે દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકાના બંગલામાં રેડ પાડી હતી. ત્યાં ઊષા ચંદ્રકાંતભાઈ મોરે નામની મહિલા મળી આવી હતી. તેણે પોતે આ મકાન લોકડાઉન પહેલા ભાડે રાખ્યું હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તપાસ કરતા મકાનના પ્રથમ માળે રૂમનો દરવાજો અડધો ખુલ્લો દેખાયો હતો. તેના બાદ પોલીસે અંદર જઈને તપાસ કરતા એક યુવક અને યુવતી કઢંગી હાલત મળી આવ્યા હતા.
મહિલા કોન્સ્ટેબલે કોલગર્લને કપડાં પહેરાવ્યાં હતા અને સાથે રહેલા યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઈલેશ રાજેન્દ્રભાઈ પટેલ (રહે. સ્વામિનારાયણ નગર, વાઘોડિયા રોડ) મૂળ રહે. કંડારી ગામના હોવાનું જણાવ્યું હતુ. બીજા રૂમમાં આશા ઉર્ફે રોમા હરિશભાઈ વાઘેલા તથા અન્ય કોલગર્લ પણ મળી આવી હતી.
આશાએ પોલીસને જણાવ્યું હતું કે, ઉષા મોરે મારી બહેનપણી છે અને તે બહારથી કોલગર્લ બોલાવીને ધંધો કરે છે. પોલીસે ગ્રાહક ઈલેશ તેમજ દેહવિક્રયનો ધંધો કરતી ઉષા તેમજ આશાની સામે ગુનો નોંધી તેઓને કોરોનાના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.
પોલીસે ત્યાંથી બે મોબાઈલ ફોન, રોકડા 4300 રૂપિયા, મોપેડ મળીને કુલ રૂપિયા 59,330નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મકાનના મૂળ માલિક ઈલેશ હર્ષદભાઈ ચોકસી પાસેથી ઉષાએ આ મકાન દેહવિક્રયના ધંધા માટે જ ભાડે રાખ્યું હતુ અને બહારગામથી આવતી કોલગર્લને આ મકાનમાં જ રાખવામાં આવતી હતી હોવાના સામે આવ્યું છે.