વડોદરા: હરણી વિસ્તારની મોટનાથ રેસીડેન્સીમાં રહેતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વાત જાણે એમ છે કે, આ પરિવારની જોડિયા બહેનો 50 દિવસથી ગૂમ છે.  સારિકા અને શીતલ નામની બન્ને બહેનો એકસાથે 17-2-2023 થી યુનિવર્સિટીથી ગૂમ થતા પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સારિકા એમએના ફર્સ્ટ યરમાં અને શીતલ ટીવાયના છેલ્લા વર્ષમાં અભ્યાશ કરે છે. પિતા ચીમનભાઈ વણકરે આ મામલે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાજ નોંધાવી હતી. 50 દિવસથી ગૂમ થતા ક્રાઇમ બ્રાન્ચ  તપાસ કરી રહી છે. રવિવારે મુખ્યમંત્રી આવનાર હોઈ બન્ને દીકરીઓના પિતા તેમને રજૂઆત કરશે. દીકરીના પિતાએ કહ્યું કે, મને પોલીસ તંત્ર પર પૂરો ભરોશો.


ભાવનગરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીનું મોત


ભાવનગરમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા સિહોરના ધનંજયભાઈ રવિશંકરભાઈ ભટ્ટનું મોત થયું છે. ધનંજય ભટ્ટને ગત તારીખ ૩૦ નાં રોજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ૭૮ વર્ષીય ધનંજયભાઈ રવિશંકરભાઈ ભટ્ટની અંતિમ સંસ્કાર શહેરનાં સુભાષનાગર સસ્મશાન ખાતે કરવામાં આવ્યા.


 ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત


 રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે ફરી 300થી વધુ કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 93 કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરતમાં 31, મહેસાણામાં 26, વડોદરામાં 25  અને મોરબીમાં 23 કેસ નોંધાયા છે.  આમ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2155 પાર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ 12 લોકો વેન્ટિલેટર પર છે.


કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન


બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે સાથે, કોવિડ નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી.


આપણે સાવચેત રહેવું જોઈએ










સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્ય સરકારોને કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેમના સ્તરે તૈયારીઓ મજબૂત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોને કોરોનાના વધતા જતા કેસો અંગે જાગૃત કરવા જોઈએ અને લોકોએ આ અંગે બેદરકારી દાખવવી જોઈએ નહીં.