વડોદરાના ડભોઈ પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શાઠોદ ગામ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતાં જ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.
મળતી માહિતી મુજબ, વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત એક બાળકીનું મોત નિપજ્યું હતું. વડોદરા નજીક ઉમેટા ખાતે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગ માટે રિક્ષા લઈને ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં ગયા હતાં. ત્યાંથી પરત ફરતા સમયે ડભોઈ તરફથી પૂર ઝડપે આવતા એક ટ્રકે રીક્ષાને જબરદસ્ત ટક્કર મારી હતી.
ટ્રક ચાલક દ્વારા ટક્કરથી રીક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ત્યારે રીક્ષામાં બેઠેલા કિંજલ સંજયભાઈ વસાવા(3), રોશની દિપકભાઈ મારવાડી(11, રહે, સયાજીપુરા, વડોદરા), અને લીલાબેન રાવળ(રહે, ઉમેટા, વડોદરા)નું મોત નીપજ્યું હતું. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ બનાવને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાર બાદ ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. જોકે, પહેલા રિક્ષાને અડફેટે લઈ ટ્રક સવાર ભાગી છૂટ્યો હતો. ડભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા: ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સહિત 3 લોકોનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 10:51 AM (IST)
શાઠોદ ગામ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -