રોજના 50,000થી વધારે વાહનો આ એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે હવે 1લી એપ્રિલથી આ માર્ગ ઉપર મુસાફરી મોંઘી બનશે. એનએચએઆઈ દ્વારા ગ્રાહક ભાવાંકની ફોર્મ્યુલા આધારે આ જાહેરાત કરવામાં આવી છે. વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ફીમાં વધારો થતાં એસટી તંત્ર દ્વારા પણ ભવિષ્યમાં તે મુસાફરો પાસેથી વસૂલામાં આવશે તેમ મનાય છે.
વડોદરાથી અમદાવાદની ટોલ ફી હવે રૂપિયા 110 કરવામાં આવી છે. જ્યારે એલસીવીની ફી રૂપિયા 175, બસની ફી રૂપિયા 365 કરવામાં આવી છે. વડોદરા-હાલોલ અને હાલોલ-શામળાજી માર્ગ ઉપર પણ ટોલ ફીમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગો ઉપર કાર-જીપને ટોલ મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર કાર-જીપને ટોલ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ વેમાં ટોલ ફીમાં કેટલો વધારો કરાયો
વાહન............અમદાવાદ...................ડારિંગ રોડ................નડિયાદ..................આણંદ
કાર-જીપ..........રૂ.110.........................રૂ.105.......................રૂ.55.....................રૂ.40
એલસીવી.........રૂ.175.........................રૂ.165.......................રૂ.140...................રૂ.65
બસ-ટ્રક...........રૂ.365.........................રૂ.350......................રૂ.195...................રૂ.135