વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. વડોદરામાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપના નેતા અને કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ સિવાય કોંગ્રેસ કોર્પોરેટર અલ્કાબેન પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કવોરન્ટાઈન થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ ચપેટમાં આવી ગયા છે. ત્યારે આજે વધુ બે નેતાઓને કોરોના થયો છે.
વડોદરાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1262 એક્ટિવ કેસો છે. જ્યારે તેની સામે અત્યાર સુધીમાં 5226 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 114 લોકોના કોરોનાથી મોત થયા છે.
વડોદરામાં કોરોનાનો કહેર યથાવતઃ ભાજપ-કોંગ્રેસના કયા કયા નેતાને લાગ્યો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 10:41 AM (IST)
ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને કોંગ્રેસ કોર્પોરેટર અલ્કાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -