પંચમહાલ : ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામની સીમમાં કોતર પાસે આવેલા વૃક્ષ પરથી 2 યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બંને યુવતીઓ મામા ફોઈની દીકરીઓ છે. બંને યુવતીઓ ગત રાત્રીના એરાલ ગામમાં લગ્ન પ્રસંગમાંથી ગુમ થઈ હતી.

Continues below advertisement


સવાર સુધી યુવતીઓ ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવતા લાલપુરી ગામની સીમમાં આવેલ કોતર પાસેના વૃક્ષ પર દુપટ્ટાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. 2 યુવતીઓ પૈકી એક યુવતી દિવ્યાંગ છે. રાજગઢ પોલીસે બન્ને મૃતદેહને નીચે ઉતારી આત્મહત્યાનો ગુન્હો નોંધી પીએમ માટે મોકલી આપ્યા છે.