વડોદરાની ટીમ રિવોલ્યુશન જે પેટ્રોલ- ડિઝલના સતત વધતા ભાવનો આજે અનોખો વિરોધ કરશે. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેની ટીમે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે. ટીમ રિવોલ્યુશન જે લોકો ભાજપના હોદ્દેદાર હોય કે ભાજપનું કાર્ડ ધારણ કર્યું હોય કે પછી ભાજપનો ખેસ ધારણ કર્યો હશે તેને સુભાનપરા હાઈટેનશન રોડ પર 100 રૂપિયાનું વિનામૂલ્યે પેટ્રોલ ભરી આપવામાં આવશે. ન માત્ર ભાજપના આગેવાનો પરંતું ભાજપને મત આપ્યો હોય તેવી સામાન્ય જનતા પણ ભારત માતાકી જય, વંદે માતરમ બોલશે તો ફ્રીમાં પેટ્રોલ આપવામાં આવશે.


નોંધનીય છે કે બે દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. 26 જૂનના રોજ પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો હતો. રાજ્યમાં મોટા શહેરોની વાત કરીએ તો હવે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.



  • રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 94.17 રૂપિયા પર પહોંચી છે.

  • ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 93.84 રૂપિયા અને ડિઝલની કિંમત 94.37 રૂપિયા પર પહોંચી છે.

  • રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.41 રૂપિયા અને ડિઝલની કિંમત 93.97 રૂપિયા પર પહોંચી છે.

  • વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરની કિંમત 93.31 રૂપિયા અને ડિઝલની કિંમત 93.84 રૂપિયા પર પહોંચી છે.

  • જામનગરમાં પેટ્રોલની પ્રતિ લિટરે 93.56 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.10 રૂપિયા પર પહોંચી છે.

  • જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.24 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.79  રૂપિયા પર પહોંચી છે.

  • સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.21 રૂપિયા પર પહોંચી છે.

  • ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.21 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.73 રૂપિયા પર પહોંચી છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર