Vadodara News: વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં રહેતા આશિષ ટેલરની 5 મહિનાની દીકરી પર કૂતરાએ હુમલો કર્યો હતો. ઘોડિયામાં સુઈ રહેલી બાળકીને કૂતરાએ બચકા ભરતાં લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીના માતા ઘર ખુલ્લું મૂકી પાણી ભરવા જતા રખડતું કૂતરું ઘૂસી ગયું હતું. માતા આવાતા ઘરમાં કૂતરું બાળકના માથે લોહી ચાટતું હતું. જે બાદ માતાએ કૂતરાને હડસેલીને બાળકીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. હાલ બાળકી સુરક્ષિત છે.
મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......
વિસનગરના ઉમતા ગામ નજીક રવિવારે વહેલી સવારે નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળ્યો હતો. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને ગઇકાલે નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે સંબંધ બંધાયા હતા. યુવતી ગિફ્ટના બહાને ઘરેથી નીકળી હતી અને બાદમાં આપઘાત કરી લીધો હતો. તેણે કયા કારણોસર આવું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.
યુવક રહેતો હતો બહેન સાથે
પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દોડી આવતા તપાસમાં યુવક મુળ ઇન્દોરનો અને યુવતી સુઢીયા ગામની હોવાનું સામે આવ્યું હતું. દી પટમાં આપઘાત કરનાર 24 વર્ષીય જીતેન્દ્ર બાબુલાલ શર્મા જે મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતા ખાતે બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો અને વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે યુવતી મૂળ સુઢીયા ગામની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગિફ્ટ લેવાના બહાને યુવતી ઘરેથી નીકળીને
સુંઢિયા ગામની અને હાલ પોતાના પરિવાર સાથે રહેતી યુવતી વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. જે શનિવારે સાંજે 5 કલાકે પોતાના ઘરેથી બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું એમ કહી નીકળ્યા બાદ ઘરે પરત ફરી નહોતી. રવિવારે વહેલી સવારે યુવતીની આવી હાલતમાં લાશ મળતા પરિવાર શોકમય બની ગયો હતો. બંને પ્રેમીઓએ દોરડા વડે ગળેફાંસો ખાઈ એક સાથે મોત વ્હાલું કર્યું હતું.