વડોદરાઃ શહેરની એક યુવતીને પ્રેમના ઝાંસામાં ફસાફી પાસવી અત્યાચાર કર્યો હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સેલવીન પાઉલ પરમાર નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા. દોઢ વર્ષ યુવતી સેલવીનના ઘરે રહી હતી. યુવતી સાથે વોટ્સએપ ચેટ જાહેર કરવાની ધમકી બાદ ફસાવી હતી. વોટ્સએપ ચેટમાં હાથે બ્લેડથી કાપા મારવા આદેશ કરતો હતો. 


400થી વધુ ચીરા શરીરે પડાવ્યા હતા. યુવતીના પિતાએ મનોચિકિત્સકની મદદથી યુવતીને ડિપ્રેસનથી બહાર કાઢી. યુવતીના પિતાએ યુવતીને અમેરિકા મોકલી દિધી છે . યુવતી એટલી ડઘાઈ ગઈ છે કે ભારત આવવા માંગતી નથી. કોન્સ્ટેબલ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ. સી ટિમમાં કામ ન કરતો હોવા છતાં યુવતીના ઘરે ગયો હતો. તેમજ 
પિતાને કહ્યું યુવતીને પાછી લાવી શુ કરશો ? 5000ની લાંચ પણ માંગી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, પીડિતા યુવતી  2019માં MS યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં ભણતી હતી. ત્યારે 10મું ફેલ સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનને કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં, પરંતુ પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ છે એમ કહીને યુવતીને ભોળવી હતી.


સેલ્વિન યુવતીને પ્રેમજાળમાં ફસાવીને એક હોટલમાં લઇ ગયો. ત્યાં તેની સાથે અંગત પળોનો વીડિયો બનાવ્યો હતો. આ પછી સેલ્વિને યુવતીને એટલી હદે વશમાં કરી હતી કે તે યુવતીને તેના હાથ પર બ્લેડથી 30 કાપા મારી તેનો વીડિયો બનાવી મોકલી આપવા દબાણ કરતો હતો. યુવતીને શરીર પર 200 કાપા જ છે, તો ક્યારેક બ્લેડના 400 કાપા મારવા પડશે અને તેના ફોટો મોકલવા પડશે એ રીતે મજબૂર કરતો. આ અંગેની તમામ વ્હોટ્સએપ ચેટ પણ અમારી પાસે છે.


પિતાને જાણ થતાં દીકરીને મનોચિકિત્સક પાસે સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે જ્યારે તેનું કાઉન્સેલિંગ કર્યું. યુવતીએ પોતાના શરીર પર રહેલા બ્લેડના ઘા બતાવ્યા હતા. પ્રિંયકા હાથે આખી બાયનાં કપડાં પહેરી રાખતી, જેથી અમને આ અંગે જાણ જ ન થવા દીધી. દીકરીની આવી હાલત જોઇ ન શકતાં પિતાએ ઓગસ્ટ 2021માં પોલીસની SHE ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી ઘરે છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી, જેમાં નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે વાતચીત કર્યા બાદ દૂર જઇ સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી.