Vadodara: સોશિયલ મીડિયાનો ઉપયોગ હાલ બે ધારી તલવાર સાબિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ ના થાય તો, ખરાબ પરીણામો પણ આવી શકે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં પણ બન્યો છે. વડોદરા શહેરના એક યુવકને ઈંસ્ટાગ્રામ પર કૉમેન્ટ કરવી ભારે પડી હતી. 


જાહેર રોડ પર થઈ પીટાઈઃ


ભાયલીના યુવકે અજાણ્યા યુવકોના ઈંસ્ટાગ્રામ લાઈવમાં કૉમેન્ટ કરનારા આ યુવકની જાહેરમાં પીટાઈ કરવામાં આવી હતી. ભાયલીના યુવકની કૉમેન્ટથી નારાજ થઈ અજાણ્યા યુવકોએ તેને તાલિબાની સજા આપી હતી. જાહેર રોડ પર આ યુવકની પીટાઈનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને હાલ આ સોશિયલ  મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


પીટાઈનો વીડિયો પણ અપલોડ કર્યોઃ


ઈંસ્ટાગ્રામ લાઈવમાં જઈને કોમેન્ટ કરનારા આ યુવકને બોલાવામાં આવ્યો હતો અને રોડ પર જ પટ્ટા વડે અને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર તાલિબાની સજા આપતા આ યુવકોએ કાયદાનો ડર રાખ્યા વગર જાહેરમાં પીટાઈ કરી હતી. યુવકોએ ભાયલીના યુવકને આપેલી તાલિબાની સજાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરી ને લખ્યું હતું કે, અમારા લાઈવમાં ખોટી કમેન્ટ કરો તો આવી હાલત થાય. માથાભારે યુવકો એ પીટાઈ કરતો વીડિયો અપલોડ કરી પોલીસને પણ પડકાર ફેક્યો છે.


પોલીસકર્મી પતિએ બસ કંડકટર પત્નીની બસમાં જ કરી હત્યા


છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં, પોલીસકર્મચારીએ તેની પત્નીની હત્યા કરી છે. પાવી જેતપુરના ભીખાપુરા ગામે બનેલી આ ઘટનામાં પતીએ પોતાની કંડક્ટર પત્નીનું ગળું કાપીને બસમાં જ હત્યા કરી હતી. 


ગળું કાપીને પત્નીની હત્યા કરીઃ


મળતી માહિતી મુજબ મંગુબેન રાઠવા નામની મહિલા બસ કંડક્ટરની નોકરી કરી હતી જ્યારે મંગુબેનનો પતિ અમૃત રાઠવા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. આ દરમિયાન અચાનક અમૃત રાઠવાએ પોતાની કંડક્ટર પત્નીની ભીખાપુરા ગામે ગળું કાપીને હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિ અમૃત રાઠવા પોતાની પત્ની મંગુના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી હત્યા કરી હોઈ શકે છે. 


હત્યા કરીને ત્યાં જ બેસી રહ્યો પતિઃ


મહત્વનું છે, બસમાં જ પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ અમૃત રાઠવા ત્યાં જ બેસી રહ્યો હતો. આ સમગ્ર મામલે હાલ પોલીસ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.