વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે અનેક લોકોના કોરોનામાં મોત પણ થઈ રહ્યા છે. કોરોનાની ચપેટમાં અનેક પોલીસકર્મીઓ પણ આવી ગયા છે. વડોદરાના વધુ એક પોલીસકર્મીનું કોરોનાથી મોત નીપજ્યું છે.
ASI વિરુભાઈ ભીલનું સારવાર દરમ્યાન મોત થયું છે. asi વિરુભાઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. વાઘોડિયા ખાતે સારવાર દરમ્યાન મોત થયું છે. વડોદરા પોલીસ હેડક્વાર્ટરના જવાનોએ asi વિરુભાઈને આપી શોક સલામી આપી હતી.
આજે સંઘ પ્રદેશ દમણ ના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું પણ અવસાન થયું છે. થોડા દિવસ પહેલા જ કોરોના ગ્રસ્ત થતા વાપીથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સરવવાર ચાલી રહી હતી.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે. જેમાંથી 722 લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 7, સુરત 4, જામનગર-6, બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0, પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6, જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0, ભરૂચ 6, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494, મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523, ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401, જામનગર કોર્પોરેશન- 398, સુરત 389, જામનગર-309, બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174, પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147, જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53, ભરૂચ 44, દેવભૂમિ દ્વારકા 30, બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547, મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390, જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196, પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136, મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63, પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41, બોટાદ 24 અને ડાંગ 22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,24,31,368 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.