વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો પણ 1300ને પાર થઈ ગયા છે. ત્યારે વડોદરામાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ પંડ્યા અને તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો છે.


રેપિડ ટેસ્ટમાં ધર્મેશ પંડ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તાવ રહેતા RT-PCR ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા શહેર વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટને પણ કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન થયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત-4, ભાવનગર- 1, ભાવનગર કોર્પોરેશન- 2, ગાંધીનગર - 3, ભાવનગર -1 , રાજકોટ કોર્પોરેશન-1, સુરત કોર્પોરેશન-1 અને જૂનાગઢમાં 1ના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં -181, સુરતમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 161, રાજકોટ કોર્પોરેશન - 104, જામનગર કોર્પોરેશન - 105, સુરત-102, વડોદરા કોર્પોરેશન- 98, મહેસાણામાં - 53, રાજકોટ-60, વડોદરા- 42, કચ્છ- 35, પંચમહાલમાં 39, ભાવનગર કોર્પોરેશન -28, બનાસકાંઠા-27, અમરેલીમાં-24, જામનગરમાં 24 નોંધાયા હતા.