વડોદરાઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરા જીલ્લા ભાજપમાં ગાબડું પડ્યું છે. તાજેતરમાં જ જાહેર થયેલા બીજેપી સંગઠનમાં જીલ્લા ઉપપ્રમુખનો હોદ્દો ધરાવનાર ગોપાલસિંહ ટાંટોડ કોંગ્રેસમાં જોડાયા છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલની હાજરીમાં ગોપાલસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જીલ્લા ઉપપ્રમુખ હોદ્દો ધરાવનાર ગોપાલસિંહ પક્ષમાં થતી અવગણનાથી નારાજ હતા. પોતે ભાજપના ઉપપ્રમુખ અને પત્ની જીલ્લા પંચાયત સભ્ય હોવા છતાં અવગણનાથી નારાજ થયા હતા.