વડોદરાઃ વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં બે તો માતા-પુત્રી હોવાનો ધડાકો થયો છે. આ દુર્ઘટનામાં બોઇલરની બાજુમાં બનાવેલી ગેરકાયદે કોલોની બ્લાસ્ટમાં ઝપટે ચડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ ગેરકાયદે કોલોનીએ લોકોનો ભોગ લીધો હોઇ શકે છે. આ દુર્ઘટનામાં 15થી 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત થયા છે. પુરુષોમાં 19 અને 65 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 9 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


આ દુર્ઘટનામાં માતા વર્ષા કમલેશ ચૌહાણ (ઉં.વ.30) અને દીકરી રિયા કમલેશ ચૌહાણ (4 વર્ષ)નું મોત નીપજ્યું છે. જ્યારે પિતા કમલેશ ચૌહાણ (38 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડની તપાસમાં સામે આવ્યું છે કે, કંપની દ્વારા બોઇલરની બાજુમાં જ ગેરકાયદે રીતે કોલોની બનાવી દેવામાં આવી હતી. આ કોલોનીમાં કંપનીમાં કામ કરતાં લોકો રહેતા હતા. બોઇલર ફાટતાં આ કોલોનીમાં રહેતો પરિવાર ઝપેટમાં આવી ગયો હોવાની શંકા છે. કારણ કે, એક જ પરિવારના બે સભ્યોના મોત નીપજ્યા છે. 


મૃતકોના નામ


1. રિયા કમલેશ ચૌહાણ (4 વર્ષ)
2. વર્ષા કમલેશ ચૌહાણ (30 વર્ષ)
3. સતીશ જોશી - ( 65 વર્ષ )
4. રવિ વસાવા (19 વર્ષ)


કંપનીમાં બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો 


15 ઘાયલમાં 4ના મોત


1. કમલેશ ચૌહાણ - 38 વર્ષ 
2. સાગર બારીયા - 25 વર્ષ 
3. કાલુ બારીયા - 22 વર્ષ 
4. કેતન મારું - 42 વર્ષ 
5. રિયા ચૌહાણ - 4 વર્ષ ( મોત ) 
6. વર્ષા ચૌહાણ - 30 વર્ષ ( મોત ) 
7. કરણ બોલવાલ - 25 વર્ષ 
8. સંજય બારીયા - 19 વર્ષ 
9. સુનીલ વસાવા - 20 વર્ષ 
10. સુરેશ પરમાર - 30 વર્ષ 
11. રવિ વસાવા - 19 વર્ષ ( મોત ) 
12. સતીશ જોશી - ( મોત ) 
13. શીતલબેન ભોઈ - 30 વર્ષ 
14. સોનલબેન સોલંકી - 29 વર્ષ 
15 ધોર્ય સોલંકી - 5 વર્ષ



કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યું હતું. બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને કોર્પોરેશનની ટીમ દોડી આવી હતી. ફાયર દ્વારા હજુ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 


કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર બ્લાસ્ટના મામલે ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન આપ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે.  બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બી.નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું. કંપનીના સંચાલકનું નિવેદન 1980 થી કંપની ચાલે છે. પહેલીવાર આ પ્રકાર ની ઘટના બની. તેજસભાઈ હરીસભાઈ પટેલ કંપની સંચાલક છે. ફાઇન કેમિકલ બનાવવામાં આવે છે. 


એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે શ્રોફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 કર્મચારીઓના મોત નીપજ્યા છે.  ફાયર વિભાગ દ્વારા હજુ કોઈ કેજ્યુલિટી થઈ છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આજે સવારે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. લાશ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ દાઝેલા લોકોને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.