વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની છેડતીનો વધુ એક કિસ્સો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસની બહારથી આવેલા 38 વર્ષીય ઘનશ્યામ ઉર્ફે કમો હેમંત સૂર્યવંશીએ તું મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીને વિદ્યાર્થીનીનું ગળુ દબાવ્યું હતું.
જેના પગલે કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં બહારના વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં તેઓ બેરોકટોક એન્ટ્રી લઈ રહ્યા છે.ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સ સિક્યોરિટી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
Vadodara: વિધર્મી યુવકે 10 દિવસ અગાઉ જ પ્રેમિકાની હત્યા કરી લાશ દાટી દીધી હતી, પોલીસ તપાસમાં ફૂટ્યો ભાંડો
વડોદરામાં ગુમ થયેલ યુવતીનો દાટેલ હાલતમા મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, ખેરડા ગામે રહેતા વિધર્મી ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમારે તેની પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. પોર ગામેથી દસ દિવસ પહેલા રહસ્યમય હાલતમાં યુવતી ગુમ થઈ હતી.જેથી પોલીસે ઈસ્માઈલ વારંવાર પૂછપરછ કરી હતી પરંતુ ઈસ્માઈલ તરફથી સહકાર નહિ મળતા સોમવારે વરણામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઈસ્માઈલે યુવતીની હત્યા કરી હોવાની વાત કબૂલાત કરી હતી અને હત્યા કર્યા બાદ ખાડો ખોદી મૃતદેહ દાટ્યો હોવાનું જણાવ્યું હતું. જે કબૂલાતના આધારે પોલીસે ઈસ્માઈલને સાથે રાખી તપાસ કરતા જે જગ્યાએ દાટવામાં આવ્યો હતો એ જગ્યાએ જેસીબી મશીનથી ખોદકામ કરાતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઈસ્માઈલ રવિવારે પોરગામથી મોટરસાયકલ પર મિત્રને બેસાડી જીઆઇડીસીમાં આવેલ ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો અને જ્યાં યુવતીની હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો. હત્યાનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિધર્મી પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી
મળતી જાણકારી અનુસાર, વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોર ગામેથી દસ દિવસ પહેલા રહસ્યમય હાલતમાં ગુમ થયેલ યુવતીનું ગળુ દબાવી હત્યા કરી દાટી દેવાયેલ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. દસ દિવસ પૂર્વે કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા વિધર્મી ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમારે યુવતીનું ગળું દબાવી હત્યા કરી તેનો મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો.
વડોદરા નજીકના પોર જીઆઇડીસીમાં રહેતી અને મૂળ ભાવનગરની વતની 35 વર્ષીય મિત્તલ રાજુભાઈ બાવળિયા એકાએક ગુમ થતા પરિવારજનો દ્ધારા વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મિત્તલના કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમાર સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ કરી પોલીસને મળી હતી.
જાણકારીના આધારે પોલીસે ઈસ્માઈલ વારંવાર પૂછપરછ કરી હતી પરંતુ ઈસ્માઈલ તરફથી સહકાર નહિ મળતા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઈસ્માઈલએ મિતલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે તેણે મિત્તલનું ગળુ દબાવી હત્યા કરી હતી અને બાદમાં તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો.