વડોદરાઃ શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે.
શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દલાલે મારેઠા રેલવે-ફાટક પાસે આપઘાત કર્યો છે. મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી એ જાણી શકાયું નતી.
ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર હતો. મંગળવારે સાંજે સાત વાગ્યે મારેઠા રેલવે-ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હતો. ઘરેથી ટિકિટ લેવા જવાનું કહીને નીકળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
Amreli : સરકારી વકીલે મહિલાને ઓફિસમાં બોલાવી બે-બે વાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા ને પછી....
અમરેલીઃ સરકારી વકીલ સામે દુષ્કર્મ અને એટ્રોસીટીની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. સરકારી વકીલ અજયભાઈ પંડ્યા સામે મહિલાએ અમરેલી સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. તા.22/08/2021 ના રોજ મહિલાનો કેસ ચાલતો હોવાથી મહિલા વકીલની ઓફિસ ખાતે મળવા ગઈ હતી ત્યારે ધકધામકીથી દુષ્કર્મ આચરી વિડીયો કલીપ ઉતાર્યાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત આ વીડિયો કલીપ આપવાના બહાને બોલાવી ફરી તા.24/10 ના રોજ ફરી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આરોપ છે. તેમજ અન્ય એક વ્યક્તિને ઓફિસની બહાર ધ્યાન રાખવા ઉભો રાખ્યો હોવાથી તેની સામે પણ ગુન્હો નોંધાયો છે.
ગુન્હો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મોબાઈલ કબ્જે કર્યો છે. કોઈ વીડિયો કલીપ નથી મળી. બે મહિનાના સમયગાળામા બે વખત તેના પર દુષ્કર્મ આચરવા સબબ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર વકિલ આલમ સ્તબ્ધ છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સાવરકુંડલા કોર્ટમા મહિલાનો એક કેસ ચાલી રહ્યો છે. જેથી તારીખ 22/8/21ના રોજ તે સરકારી વકિલને મળવા માટે તેની ઓફિસે ગઇ હતી. આ સમયે વકીલે તેને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને વિડીયો કલીપ પણ ઉતારી હતી. આ ઘટનાના બે દિવસ પછી અજય પંડયાએ મહિલાને વિડીયો કલીપ આપવાના બહાને ફરી જિલ્લા પંચાયત સામે આવેલી ઓફિસે બોલાવી હતી. તેમજ ફરીથી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે એક અજાણ્યા શખ્સને ઓફિસ બહાર ધ્યાન રાખવા ઉભો રાખ્યો હતો.