વડોદરાઃ મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
વડોદરાના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં શિવભારતી ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો.
શિવભારતીએ ચિસો પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. અને શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સલમાનની ‘ભારત’એ પ્રથમ દિવસે કેટલા કરોડની કરી કમાણી ? જાણો વિગત
વર્લ્ડકપ 2019: પ્રથમ મેચમાં જીત છતાં આ બાબત પર ટીમ ઈન્ડિયાએ આપવું પડશે ધ્યાન, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત
વડોદરામાં યુવક મોબાઇલને ચાર્જિંગમાં રાખીને જોતો હતો ફિલ્મ ને થયું એવું કે જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
06 Jun 2019 10:55 AM (IST)
મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -