પાર્ટી કાર્યલય પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. ગીતાબેન રાણા જોર જોરથી રડવા લાગ્યા હતા. ટિકિટ ના મળતા ગીતાબેન રાણા રડ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા. ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, વડોદરામાં પણ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનું પત્તુ કપાયું છે. પુત્રનું પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ છે. આ અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાત કરતાં જણાવ્યું હતું કે, પક્ષની યાદીમાં નામ ન હોવા છતા પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલ ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. પુત્ર કાર્યદક્ષ હોવા છતા પણ પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું.