વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ પછી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ વડોદરામાં છે. ત્યારે વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડી વડોદરામાં કલમ 144 લાગું કરી દીધી છે.

આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં 144 કલમ લાગી રહેશે. વડોદરામાં સભા, રેલી, સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કલમ લાગુ થયા પછી 4 કરતા વધુ વ્યક્તિ ભેગા નહિ થઈ શકે. કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.