વડોદરાઃ પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ યુવતીએ નોંધાવી નોંધાવી છે. પાદરા નજીકના સોખાડા ગામે આવેલ ફાર્મમાં પાર્ટીની મેજબાની કરી યુવતીને ઘરે મુકવા જતા દરમિયાન બળાત્કારની ઘટના બની હતી.  આ ઘટનામાં પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી. 


આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફોર્ચ્યૂનર કારની આગલી સીટ અને ડેશબોર્ડ વચ્ચેનું અને સીટ ઉપરનું અંતર માપી આ સીટ પર દુષ્કર્મ થઈ શકે કે નહીં તે અંગે અભિપ્રાય આપવા આરટીઓને કારની ચકાસણી કરવા પત્ર લખ્યો હતો. આ પત્રથી આરટીઓના અધિકારીઓ માથું ખંજવાળતા થયા હતા. આરટીઓના ઇતિહાસમાં તેમની પાસે આ પ્રકારનો પહેલો કેસ આવ્યો છે. દુષ્કર્મ માટે વાહનની ચકાસણી કરવાનો અને દુષ્કર્મની શક્યતા અંગેનો અભિપ્રાય આપવાને લઈ  આરટીઓ અધિકારી પણ મૂંઝવણમાં મુકાયા હતા. 


શુક્રવારે આવેલા પત્રને પગલે આરટીઓમાં અધિકારીઓએ આ અંગે ચર્ચા કરી હતી. સમગ્ર કેસમાં કાયદાકીય અભિપ્રાય મેળવ્યા બાદ આરટીઓ ક્રાઇમ બ્રાન્ચને જવાબ આપશે.  બીજી તરફ આરોપી ભાવેશ પટેલે મોબાઇલ જયપુરમાં મિત્રને ત્યાં છુપાવ્યો હોવાથી તેને લઈને પોલીસ જયપુર રવાના થઈ છે. તેને પરત લવાયા બાદ વધુ રિમાન્ડ મેળવાશે.


નોંધનીય છે કે, રાત્રીના સમયે પાદરા નજીક ચાપડ - બીલ રોડ પર મોટરકારમા શારીરિક અડપલાં કરી નિર્વસ્ત્ર કરી યુવતીની બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પાદરા પોલીસ મથકે પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. 



પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ ફરિયાદ થતા જ ફરાર થઈ ગયો હતો. પાદરામાં પૂર્વ કોર્પોરેટર અને બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ પટેલ દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ હતો, જેને રાજસ્થાનના જયપુર ઝડપી પાડવામાં આવ્યો હતો.



ફોર્ચ્યુનર કારમાં યુવતી પર દુષ્કર્મ કરી ફરાર થયો હતો. આ ગુનાની તપાસ LCB વડોદરા ગ્રામ્ય ચલાવી રહી હતી. પોલીસે અલગ અલગ ટિમો બનાવી મહારાષ્ટ્ર અને રાજસ્થાન રવાના થઈ હતી. પોલીસે રાજસ્થાનથી ભાવેશ ઊર્ફે લાલુ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.