વડોદરાના રેસકોર્સ ખાતે આવેલ પિઝા હટમાં ગુરુવારે રાત્રે ગ્રાહક નિરલ મહેતાએ તેમના પરિવાર સાથે પિઝા ખાવા ગયા હતા ત્યારે પીઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી. ગ્રાહકે આરોગ્ય વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પિઝા હટ પર પહોંચ્યા હતા. ત્યારે પિઝા હટના સંચાલકોએ આરોગ્ય વિભાગના અધીકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી અને કલાક બાદ પિઝા હટ ખોલવામાં આવ્યું હતુ.
અમદાવાદઃ ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતો કથિત વીડિયો વાયરલ, જાણો વિગત
મૂડીઝે ભારતનો GDP ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો, જાણો શું છે કારણ ?
આરોગ્ય વિભાગ દ્વારા પિઝા હટને સિડયૂલ 4 નોટિસ અપાઈ છે. તેમજ ચીઝ, પનીર, પિત્ઝા અને લોટના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે 100 પિઝા અને રૉ મટિરીયલનો નાશ કર્યો.