વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ છેતરવાનો પ્રયાસ કર્યો હતો. યોગેશ પટેલને સાયબર માફિયાઓએ નોટિસ મોકલી હોવાનો મુંબઈથી ધમકીભર્યો કોલ કર્યો હતો. જેના જવાબમાં યોગેશ પટેલે કહ્યું હતું કે "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું". આ મામલે યોગેશ પટેલે પોલીસ કમિશનર અને હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. 

Continues below advertisement

ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે, 'હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે. આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર તેમજ  હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. યોગેશ પટેલે કોલ કરનારને જવાબ આપ્યો કે, 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું', જે સાંભળતાં જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો.  આ ઘટના બાદ તાત્કાલિક તેમણે શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર સેલના ACP સાથે વાત કરી હતી અને જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી હતી. જે નંબર પરથી કોલ આવ્યો હતો, તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો જેને ગૂગલ પર ચેક કરતા લોગો ખોટો હતો. યોગેશ પટેલ અનુસાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વાત કરી અને વિનંતી કરી છે કે, વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. આ સીમકાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો. જેમ બેન્કમાં એકાઉન્ટ ખોલાવે તેમજ સીમકાર્ડ ખરીદવા માટે બે સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ. જેથી કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સથી સીમકાર્ડ ન મેળવી શકે.

આ ઘટનાથી સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં તેઓ ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ડરાવીને છેતરપિંડી આચરે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. તો યોગેશ પટેલે જણાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે સાયબર માફિયાએ તરત જ ફોન કાપી નાખ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે 11.27 વાગ્યે મને એક અજાણ્યો ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ મારું નામ પૂછ્યું. મેં મારું નામ જણાવ્યું હતું, ત્યારે એણે કહ્યું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. એ વ્યક્તિ ગુજરાતીમાં વાત કરતો હતો. મને તરત જ શંકા ગઈ અને મેં વળતો સવાલ પૂછ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ મેં તરત જ વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી.

Continues below advertisement