વડોદરાઃ ડભોઇ તાલુકાનાં ચનવાડા ગામે પુત્રે માતાના પ્રેમીની હત્યા  કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ચનવાળા ગામ નજીકથી હત્યા કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. માતા સાથે 34 વર્ષીય યુવાનના આડા સંબંધ હોવાની શંકાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. 


હત્યા કરાયેલો મૃતદેહ ઓરસંગ નદી તરફ જવાનાં માર્ગ પાસેથી મળી આવ્યો હતો. મૃતકના માસીના દીકરાએ લોહી લુહાણ હાલતમાં મૃતદેહ જોતાં પોલીસ ફરિયાદ કરી હતી. ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં  હત્યાના આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 


ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મહેશ ઉર્ફે નાનીયો શિવાભાઇ તડવી ઉ.વ. 34 (રહે. સલાટ ફળીયુ, ચનવાડા તા. ડભોઇ જિ. વડોદરા)ના લગ્ન નથી થયા. અગાઉ તે કોઇ સંગીતા નામની યુવતીને ભાલોદ તરફથી લઈ આવ્યો હતો અને તેની સાથે વગર લગ્ને જ રહેવા લાગ્યો હતો. આ સંબંધથી તે 3 સંતાનોનો પિતા પણ બન્યો હતો. પાંચ વર્ષ પહેલા સંગીતાનું નિધન થતાં ત્રણેય સંતાનોને માના ઘરે મૂકી આવ્યો હતો અને ચનવાડા ખાતે એકલો રહેતો હતો. 


દરમિયાન ગત સોમવારે ફરિયાદને માસીના દીકરાની માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરેલી લાશ ઓરસંગ નદી નજીકથી મળી આવી હતી. આ અંગે મૃતકના માસીના દીકરાએ પોલીસે ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના એક પરણીત મહિલા સાથે આડાસંબંધ હોવાનું ખૂલ્યું હતું અને આ જ સંબંધની અદાવતમાં મહિલાના દીકરાએ હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું હતું. 


Dahod : યુવતીને નગ્ન કરીને તેના ખભા પર યુવકને બેસાડીને કરાવી ગામમાં પરેડ, કારણ જાણીને ચોંકી જશો 

દાહોદઃ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારવામાં આવી રહ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાના ખબા પર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી. 


મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપો સાથે જાહેરમાં મહિલાને નગ્ન કરી માર માર્યો હતો. વિડિયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠી હતી.  આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો  હોવાનું પોલીસ તપસમાં બહાર આવ્યું છે. 


ધાનપુર પોલીસે વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 6 લોકોને હસ્તગત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.