Vadodara News: રાજયમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. વડોદરાની નિઝમપુરાની નટરાજ સોસાયટી પાસે વૃદ્ધ મહિલા પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જેને લઈ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. સ્થાનિક કાઉન્સિલર જહાં ભરવાડે કોર્પોરેશનની રખડતા શ્વાનની કામગીરી નિષ્ક્રિયતા ગણાવી હતી.


સુરતમાં શ્વાને બાળકી પર કર્યો હતો હુમલો


સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.


સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.


યુવક યુવતિને મેસેજ મોકલીને કરતો હતો બ્લેકમેઇલ,  કંટાળીને ભર્યું એવું પગલું કે જાણીને ચોંકી જશો


ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી યુવતીએ આ જ ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


ગારીયાધારના ઠાસા ગામમાં રહેતા રવિનાબેન રામજીભાઈ કાનાણી (ઉંમર વર્ષ.27) એ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા ર લખેલી ચીઠી મળી આવી હતી, જેમાં ગામમાં રહેતો સચિન હરિભાઈ વોરા બ્લેકમેલ કરી અવારનવાર હેરાન કરતો હોય તેમ જ ફોનમાં મેસેજ કરતો હોય,આ શખ્સના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 શિરડી જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 10નાં મોત


આજે નાસિક શિરડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શિરડીમાં સાઇબાબાના દર્શને જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બસમાં લગભગ 50 લોકો સવાર હતા.


નાસિક પોલીસે જણાવ્યું કે અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર પથારે પાસે થયો હતો. બસ સાંઈ બાબાના ભક્તોને લઈ જઈ રહી હતી. ત્યાર બાદ તે ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.


મળતી માહિતી મુજબ બસમાં લગભગ 45 થી 50 લોકો સવાર હતા. આ તમામ મુંબઈના અંબરનાથના રહેવાસી હતા. મૃત્યુ પામેલા 10 મુસાફરોમાંથી 7 મહિલા અને 3 પુરૂષ હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર ઘાયલોમાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.