વડોદરાઃ વડોદરામાં દુષ્કર્મ બાદ પીડિતાના આત્મહત્યા કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. 11 માસ પહેલા ગોરવાના ફ્લેટમાં બળજબરી પૂર્વક દારૂ પીવડાવી દુષ્કર્મની ઘટના બન્યાની ફરિયાદ નોંધાઇ હતી. કેસ સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ નીવડ્યો. પોલીસે મહત્વના સાક્ષીઓ જ તપાસ્યા નહિ. 10 દિવસમાં ચાર્જશીટ મૂકવાની ઉતાવળમાં ખામીઓ રહી ગઈ. નિર્દોષ છૂટેલા બે યુવાનોએ 11 મહિના જેલવાસ ભોગવ્યો.


અમદાવાદના NID કેમ્પસમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાતા તંત્ર એલર્ટ, જાણો સંપૂર્ણ વિગત


અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ સાથે એનઆઇડીમાં કોરોનાના કુલ કેસ 37એ પહોંચી ગયા છે. ગઈ કાલે પણ 11 વિદ્યાર્થીઓ અને બે સ્ટાફને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ, કુલ 35 વિદ્યાર્થી અને બે સ્ટાફ મળી કુલ 37 લોકો સંક્રમિત છે.  NIDમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. 


પાલડીમાં આવેલા NID કેમ્પસમાં પહેલા દિવસે થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.