વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરત ડાંગરે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. ભરત ડાંગર હાલમાં બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર છે. ભરત ડાંગરે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ભરત ડાંગરના સમર્થકો અને મિત્રો ચિંતિત થયા છે.


રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી ગઈ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, રાજકોટ-1, રાજકોટ કોર્પોરેશન-1, વડોદરામાં 1ના મૃત્યું સાથે કુલ 12 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત 107, જામનગર કોર્પોરેશનમાં 108 , રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ-44, વડોદરા-41, મહેસાણા-36, બનાસકાંઠા-34, કચ્છ-34, ભાવનગર કોર્પોરેશન - 28, પંચમહાલ-28, અમરેલી-27, મોરબી-26, પાટણ-26, ભરુચમાં-25 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં ગઈ કાલે કુલ 1447 દર્દીઓ સાજા થયા હતા અને 85, 153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 35, 23,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.39 ટકા છે.