વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષની છોકરી સાથે ગેંગરેપ થયો હોવાની ઘટનાને 9 દિવસ વિતી ગયા છે છતાં પણ પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળ રહી નથી. જોકે વડોદરા પોલીસે આજે બે લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનાથી વડોદરા સહિત ગુજરાતના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
આ વચ્ચે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ, 2019 હેઠળ ડિસ્ટ્રિક લિગલ સર્વિસિસ ઓથોરિટીએ (DLSA) પીડિતાને શુક્રવારે સાત લાખ રૂપિયાની સહાય આપી હતી. કોર્ટના પરિસરમાં આવેલી DLSAના ચેરમેનની ઓફિસમાં પીડિતાની માતાને ચેક આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બરે સાંજે નવલખી ગ્રાઉન્ડમાં છોકરી જ્યારે તેના ફિયાન્સને મળવા પહોંચી હતી ત્યારે આરોપીઓએ તેના ફિયાન્સને ડરાવી-ધમકાવીને ત્યાંથી ભગાડી મૂક્યો હતો ત્યાર બાદ અંધારાનો લાભ લઈને છોકરીને ઝાડીઓની પાછળ લઈ ગયા હતા અને તેના પર એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીઓએ તેને ઢોરમાર માર્યો હતો તેમજ કોઈને કહેવા પર મારી નાખવાની ધમકી પણ આપી હતી.