વડોદરાઃ ચકચારી હિના ઉર્ફે મહેંદીની હત્યાના મામલે વધુ એક મોટો ધડાકો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 


બાપોદ પોલીસે સચીન દિક્ષિતનો કબજો અમદાવાદ પોલીસ પાસેથી મેળવ્યા પછી ગઈ કાલે શુક્રવારે દર્શનમ ઓએસીસ ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ હત્યાના સ્થળ જી બ્લોકના 102 નંબરના મકાનમાં આરોપીને લઈને પહોંચી હતી. આરોપીને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો.


રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.


આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તે અંગે પણ પૂછપરછ કરી હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.


Surat : એક જ ટ્યુશન ક્લાસીસમાં 7 વિદ્યાર્થીઓને કોરોના થતાં ખળભળાટ, ક્લાસીસ કરાયું બંધ


સુરતઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો છે. સુરતમાં પાંચ દિવસમાં 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટી આવ્યા છે. એક જ ક્લાસિસમાં 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને ક્લાસિસને બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. 



આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ન્યુ સિટીલાઇટ સ્થિત જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસમાં ૫ દિવસમાં ૭ વિદ્યાથી કોરોના પોઝિટીવ આવ્યા છે.  કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં આંશિક વધારો  થયો છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રે કલાસીસ ૧૪ દિવસ માટે બંધ કરાવી દીધું છે. ૧૨૫ વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાઇ છે.