Vadodara:  વડોદરાના છીપવાડામાં બીફના સમોસા વેચવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, એલસીબીની ટીમે પાણીગેટ જૂનીગઢી છીપવાડામાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાથી ગૌમાંસ સાથે ગૌમાંસના સમોસા સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે માહિતીના આધારે મહમદ યુસુફ ફિકર મહમદ શેખના ઘરમાં દરોડા પાડ્યા હતા જ્યા બીફનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. હાલમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 325 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો.




વડોદરાના છીપવાડામાં હુસૈની સમોસા નામની દુકાનમાં ગૌમાંસથી  બનેલા સમોસા આપવામાં આવતા હતા. ઝોન-4 LCBએ છ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એક મકાનમાંથી 325 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરાયો હતો. ગ્રાહકો પણ સમોસા બીફથી  બનાવવામાં આવતી હોવાની જાણકારીથી અજાણ હતા.બકરી કે ભેંસ કરતા બીફ સસ્તુ હોવાથી સમોસામાં બીફનો ઉપયોગ થતો હતો.


પોલીસે જણાવ્યુ હતું કે આરોપી ઈમરાન પાસેથી ગૌમાંસ લેતો હતો. મકાનમાં બીફના સમોસા તૈયાર કરી શહેરમાં સપ્લાય કરતા. ભાલેજથી ગૌમાંસનો જથ્થો લાવવામાં આવતો હતો. દુકાનદારનું કહેવું છે કે બકરી કે ભેંસ કરતા ગાયનું માંસ સસ્તું પડતું હોવાથી તે બીફના સમોસા બનાવતો હતો. વડોદરામાં ઝોન-4 એલસીબીની ટીમે છીપવાડના એક મકાનમાંથી બીફ અને બીફના સમોસાનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમાં પોલીસે સમોસાની દુકાન ચલાવતી વ્યક્તિ સહિત 6ને પકડ્યા છે. ડીસીપી ઝોન-4ને બાતમી મળી હતી કે, છીપવાડામાં હુસેની મેન્સનમાં ગૌમાંસનું વેચાણ થાય છે. આ દુકાન હુસૈની સમોસા તરીકે ઓળખાય છે અને તે એક જાણીતી શોપ છે.


સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામેથી નકલી શેમ્પુ, ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને નકલી ગુટકા અને શેમ્પુ બનાવાના 3 મશીનો જપ્ત કર્યા છે.


આ દરોડામાં 700 કિલો ડુપ્લીકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા છે. 1800 લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કર્યા છે. પોલીસે નકલી શેમ્પુ અને ગુટકાનો જથ્થો અને રો મટીરીયલ મળી 40 લાખથી વધુનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.