વડોદરાઃ વડોદરાની ક્ષમા બિંદુએ આખરે બુધવારે પોતાની જ સાથે લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા. ક્ષમા બિંદુ એ પોતાની જાત સાથે જ  વિવાહ કરી લીધા છે. જોકે મીડિયા સમક્ષ નથી આવી રહી ક્ષમા બિંદુ. દરવાજાની અંદરથી તેણીએ વાત કરતા કહ્યું કે તેણે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. હનીમૂન માટે તે હવે ગોવાના પ્રવાસે જશે. આ પહેલા ક્ષમા બિંદુ 11 તારીખે લગ્ન કરવાની જાહેરાત કરી હતી.



વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાયેલી ક્ષમા બિંદુએ આખરે પોતાને જ આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન હલ્દી, મહેંદીની વિધિ સાથે સાત ફેરા પણ થયા. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.


ક્ષમાએ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે, તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.


Surat: ગાંધી આશ્રમની સંચાલિકાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હતો, તો....


સુરતઃ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની  પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું. મૃતકના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.


હત્યારી પત્ની ડિમ્પલ સેવણીયા ઐતિહાસિક દાંડી યાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીના સંચાલન કરતા હતા. જ્યારે હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝીટ કરવાની નોકરી કરતો હતો. આમ, વારંવાર મુલાકાતો થતી હોવાથી બંનેને આંખ મળી ગઈ હતી. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયા આડખીલી બનતો હોવાથી તેને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. 


પ્લાન પ્રમાણે ડિમ્પલે  15મેની રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.  માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ પછી પત્નીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 


સુરત ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.