વડોદરાઃ શહેરના ચકચારી લવ જેહાદના  કિસ્સામાં કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે છાણી રોડ, સંતોકનગરમાં રહેતા  મોહિબ પઠાણ તેના ભાઈ મોહસીન પઠાણ અને પિતા ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. તેમજ ધરપકડ બાદ કોર્ટ માં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 


આરોપીએ યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. યુવતીની ફરિયાદ છે કે, અશ્લીલ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહિરા' કર્યું હતું. લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું. શારીરિક માનસિક ત્રાસ આપી દબાણ કરતાં ફરિયાદ નોંધાવી છે. 


Vadodara : મુસ્લિમ યુવકે ખ્રિસ્તી બની હિન્દુ યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો ઉતારી લીધા અને પછી...


વડોદરાઃ વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે. ડીસીપી ઝોન 2 જયરાજ સિંહ વાળાએ માહિતી આપી હતી.  દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ થઈ. પીડિતા સોશીયલ મીડીયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી. 


યુવકે ધર્મ છુપાવ્યો, ખ્રિસ્તી ધર્મનો હોવાનું યુવતીને કહ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના મોબાઈલમાં વિડિયો અને ફોટા ઉતાર્યા હતા. યુવકે અવાર નવાર બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચર્યું. બે વખત યુવતી ગર્ભવતી થઈ જતાં યુવતીનું ગર્ભપાત કરાવ્યું હતું. 


યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. યુવતીને હિન્દુ ધર્મ ના પાળવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. સમીર અબ્દુલ કુરેશી નામના યુવાને કારસ્તાન આચર્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. માર્ટીન સેમ નામ ધારણ કરી યુવતીને મળ્યો હતો. આરોપી યુવક તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે.

Vadodara : 20 વર્ષના વિધર્મી મિકેનિકે 15 વર્ષની સગીરા સાથે અવાવરૂ રૂમમાં-ખેતરમાં માણ્યું શરીર સુખ, પછી લઈ ગયો બિહાર ને.......


વડોદરાઃ છાણીની 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે લગભગ 3 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો અનેઅપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. છાણીની 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. 


સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી. આ પછી માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે ત્યાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.


આ ઉપરાંત સગીરાને ખેતરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. તે 10માં ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ યુવક સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.


આરોપી યુવક 20 વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગાનો છે. તે રણોલી વિસ્તારમાં રહીને મિકેનિકનો વ્યવસાય કરતો હતો. આ સમયે તેણે સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ગત વર્ષે લોકડાઉન થઇ જતાં તે વતન પરત જતો રહ્યો હતો અને 6 મહિના વતનમાં રોકાયા બાદ ફરી વડોદરા આવી સગીરા સાથે સંપર્ક રાખવાનું શરૂ કર્યું હતું અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.


યુવક ગત 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી અને ફરવાના બહાને ઘેરથી લઇ જઈ ટ્રાવેલ્સની બસમાં બિહાર પટના રવાના થયો હતો. 2 દિવસ બાદ તે પટના પહોંચ્યો હતો. પોલીસે યુવક સામે અપહરણની કલમ પણ નોંધી હતી. જોકે, સગીરાને લઇ જતી વખતે સગીરાના નિકટના સગા જોઇ ગયા હતા. આ પછીથી સગીરા ગુમ હતી. આથી પરિવારે યુવક સામે શંકા રાખી પોલીસને જાણ કરતાં યુવકના પરિચિતોનો સંપર્ક કરી તેના પરિવાર વિશે માહિતી મેળવી તેનો સંપર્ક કર્યો હતો.


પરિવાર છાણી પોલીસમાં પહોંચતા પોલીસે બિહારના દરભંગામાં રહેતા યુવકના પરિવારને ફોન કર્યો હતો, પણ તે સગીરાને લઇ ઘેર પહોંચ્યો ન હતો, જેથી પોલીસે પરિવારને કડક તાકીદ કરી તે ઘેર આવે તો બંનેને તત્કાળ વડોદરા મોકલવા. બીજી તરફ યુવક સગીરાને લઇને ઘેર પહોંચતા પરિવારે તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં 3 મહિના પહેલાં યુવકે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું.