વડોદરાઃ ગઈ કાલે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વરસાદી કાંસમાં ઉતરી અધિકારીઓને કામે લગાવ્યા હતા. શહેરના ભૂકી, મસીયા અને રૂપારેલ વરસાદી કાંસની યોગ્ય સફાઈ થઈ નથી. વિશ્વામિત્રી નદીની પણ યોગ્ય સફાઈ થઈ નથી. અનેક જગ્યાના દબાણો અને કાટમાળ નદી અને કાંસમાં નાખતા વરસાદમાં સમસ્યા ઉભી થશે.
સાંસદ રંજનબેન ભટ્ટ પોતાના વિસ્તારના જ કાંસ સાથે અન્ય કાંસ અને વિશ્વામિત્રી નદીની સમસ્યા નિવારે તે જરૂરી છે. ભૂકી કાંસમાં હજુ પણ કાટમાળ નખાયો હોવાના કારણે પાણી આગળ જતાં નથી. સાંસદ રંજનબેનની સૂચનાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં સફાઇ સેવકોને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નં-1ના કાઉન્સિલર અને વિપક્ષી નેતા અમી રાવત, છાણીના રહેવાસી અને કાઉન્સિલર હરીશ પટેલ, જહા દેસાઇ સહિત કાઉન્સિલરો તેમજ વોર્ડના સફાઈ કર્મચારીઓ તેમજ વોર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલરો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઇ સેવકો દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં વીજ કંપનીઓ મામલે હાઈકોર્ટનો મહત્વનો હુકમ, કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો?
અમદાવાદઃ ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. વીજ કંપની સાથે સંકળાયેલા ઉપભોક્તાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલવા અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે. અરજદારોને 4 અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસુલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે. નવા કનેક્શન અંગે વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં ગયો, જ્યાં ચુકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો. ત્યાર પછી ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો.
જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો. જે પછી વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કરીને વીજ કંપનીઓને વધારાની લોધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો.