Vadodara  : વડોદરાની  એમ.એસ.યુનિ.ના કુલપતિ વિજય શ્રીવાસ્તવનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોંઝોટિવ આવ્યો છે.  એમ.એસ.યુનિ.ના હેલ્થ સેન્ટર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.  વિજય શ્રીવાસ્તવ ચાર દિવસના પ્રવાસે ગયા હતા.પ્રવાસેથી પરત ફર્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ખાનગી બ્લડ લેબોરેટરી દ્વાર કરવામાં આવેલો એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 


કુલપતિ વિજય શ્રીવાસ્તવનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોંઝોટિવ આવતા એમ.એસ.યુનિ.ના કેમ્પસમાં હડકંપ મચી ગઈ છે. ખાસ કરીને ચાર દિવસ દરમિયાન પ્રવસમાં  તેમની સાથે રહેલા લોકો અને સંપર્કમાં આવેલા યુનિ.ના અન્ય અધ્યાપકોમાં ફફડાટ ફેલાયો છે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એમ.એસ.યુનિ.ના પૂર્વ કુલપતિ કોરોના સંક્રમિત થયા હતા. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થયો ઘટાડો
ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં મોટો વધારો જોવા મળ્યો હતો અને નવા કેસનો આંકડો 700ને પાર પહોંચી ગયો હતો. પરંતુ આજે કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 511 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 426 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 


રાજ્યમાં આજે નોંધાયેલા નવા 511 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં કેસ ઘટ્યા છે અને નવા 185 કેસ આવ્યા છે. સુરત શહેરમાં  71, વડોદરા શહેરમાં  40, ગાંધીનગર શહેરમાં 21, ભાવનગર શહેરમાં 19, રાજકોટ શહેરમાં 13 અને જામનગર શહેરમાં 5 કેસ નોંધાયા છે. 


અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, મહેસાણામાં 31, કચ્છમાં 18, સુરતમાં 16, મોરબીમાં 11, ગાંધીનગર અને રાજકોટમાં 9-9 કેસ, અરવલ્લી અને નવસારીમાં 8-8 કેસ, ભાવનગરમાં 7 કેસ, વલસાડમાં 6, અમદાવાદ અને વડોદરામાં 5-5 કેસ, અમરેલી, આણંદ, પોરબંદર અને બનાસકાંઠામાં 4-4 કેસ, તાપીમાં 3 કેસ, ભરુચ, ખેડા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.


રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 426 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,23,270 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4214 થયા છે, જેમાં 6 દર્દી  વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,948 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 25,316 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.