Vadodara : પોતાની પ્રેમિકાના એક તરફી પ્રેમમાં હતો મિત્ર, યુવકે ક્રાઇમ થીમની રિલ બનાવવાનું કહીને રહેંસી નાંખ્યો

વડોદરામાં પ્રણય ત્રિકોણમાં એક મિત્રએ જ મિત્રની ક્રૂરતા પૂર્વક હત્યા કરતા ચકચાર મચી છે અને આ કિસ્સો કોઈ વેબ સિરીઝથી કમ નથી. કેવી રીતે?આવો જાણીએ

Continues below advertisement

વડોદરાઃ વડોદરામાં પ્રણય ત્રિકોણમાં એક મિત્રએ જ મિત્રની ક્રૂરતા પૂર્વક હત્યા કરતા ચકચાર મચી છે અને આ કિસ્સો કોઈ વેબ સિરીઝથી કમ નથી. કેવી રીતે?આવો જાણીએ

Continues below advertisement

માંજલપુર વિસ્તારમાં રહેતો દક્ષ પટેલ અને પાર્થ કોઠારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત સોમવારે દક્ષ ગરબા રમવા નિકળ્યો અને ત્યારબાદ પરત ઘરે ન ફર્યો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી દક્ષના હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો અને અલંકાર ટાવરના સીસીટીવી ફુટેજમાં દક્ષની સાથે તેનો મિત્ર પાર્થ પણ જોવા મળ્યો હતો.

પ્રથમ દ્રષ્ટીએ શંકાના આધારે પોલીસ પાર્થની અટકાયત કરી. આ સાથે અન્ય લોકોની પણ પોલીસ શંકાના આધારે અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી. પરંતુ પાર્થની પોલીસે કડકાઇથી પુછતાછ કરતા તેણે દક્ષની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે હત્યાને કંઇ રીતે અંજામ આપવામાં આવ્યો તે દિશામાં પોલીસે પાર્થની પુછતાછ કરતા આ સમગ્ર ઘટના કોઇ ક્રાઇમ વેબસીરીઝની કમ નથી હોવાનું ફલીત થાય છે.

પોલીસની પુછતાછમાં પાર્થ જણાવે છે કે, દક્ષ સાથે તેની ખુબ સારી મિત્રતા હતી. દક્ષ અનેક વખત પાર્થને પોતાના ટુ-વ્હિલર પર લેવા મુકવા માટે ઘરે આવતો જતો હતો. બંને એક જ કલાસ માં સાથે અભ્યાસ પણ કરતા હતા. દક્ષ પટેલને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને હત્યારો પાર્થ પણ એ જ યુવતીના એક તરફી પ્રેમમાં હતો, જેથી દક્ષનો કાંટો કાઢી નાખવા ઇન્સ્ટાગ્રામ પર કિડનેપિંગ થીમ પર રિલ બનાવવાની વાત કરી અને દક્ષ ને સયાજીગંજ પોલીસ મથકની જ બાજુમાં આવેલ અલંકાર ટાવરના બેઝમેન્ટના અંધારામાં લઇ ગયો જ્યાં તેના હાથ અને પગ બાંધી દક્ષ કઈ સમજે તે અગાઉ જ તેના પેટના ભાગે ચપ્પાના ઘા ઝીંકી ઠંડે કલેજે તેની હત્યા કરી અને બાદમાં ઘરે જતા સમયે દક્ષનો મોબાઈલ,સેન્ડલ અને ચપ્પુ પણ ફેંકી દીધું.

ઘટના ક્રમ- 1) દક્ષની હત્યા કરવા માટે પાર્થે કોઠારીએ માંજલપુરના એક મોલમાંથી છરી ખરીદી અને ત્યારબાદ એક રસ્સી પણ ખરીદી.

ઘટના ક્રમ - 2) દક્ષ અને પાર્થ તેમના મિત્રો સાથે અનેક વખત અલંકાર ટાવરમાં ચા પીવા માટે જતા. જેથી પાર્થ સોમવારની રાત્રે દક્ષને ત્યાં જ લઇ ગયો

ઘટના ક્રમ -3)અલંકાર ટાવર પહોંચતા બન્નેએ પહેલા પાણીની બોટલ ખરીદી અને ઇન્સ્ટાગ્રામ પર કિડનેપિંગ થીમ પર રિલ બનાવવાની વાત કરી

ઘટના ક્રમ -4)પાર્થ પર ઝનૂન સવાર હતુ, જેથી તે દક્ષને અલંકાર ટાવરના બેઝમેન્ટમાં સુમસામ જગ્યાએ લઇ ગયો અને ત્યાં કીડનેપીંગ થીમ પર ફોટો પાડવા માટે કહ્યું.

ઘટના ક્રમ -5)પાર્થે કહ્યું આ એક નવી થીમ (કીડનેપીંગ થીમ) છે પહેલા હું તારો ફોટો પાડુ પછી તું મારો ફોટો પાડજે

ઘટના ક્રમ -6)કીડનેપીંગ થીમ પર ફોટો પાડવા માટે પાર્થે રસ્સીથી પહેલા દક્ષના હાથ બાંધ્યા, રસ્સી લાંબી હોવાથી બાદમાં પગ પણ બાંધી દીધા

ઘટના ક્રમ -7)કીડનેપીંગ થીમ પર ફોટો પાડવાનુ કહીં હાથ-પગ બાંધ્યા બાદ ઝનૂની પાર્થે દક્ષને પહેલા પેટમાં છરી મારી બાદમાં ઉપરા છાપરી છાતી અને પેટમાં ઘા ઝીંક્યા

ઘટના ક્રમ -8) દક્ષને લોહીમાં લથબથ જોઇ પાર્થે તેનુ મોત થયાની ખાતરી કર્યા બાદ પાર્થ પોતાનુ ટુ-વ્હિલર લઇ અલંકાર ટાવરથી નિકળી ગયો

ઘટના ક્રમ -9)દક્ષને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા પાર્થના હાથ ઉપર પણ લોહી લાગી ગયુ હતુ. જે તેણે પોતાના પાસેની પાણી બોટલથી ધોઇ નાખ્યુ હતુ.

ઘટના ક્રમ -10) દક્ષની હત્યા કર્યા બાદ પાર્થ અલંકાર ટાવરથી નિકળી મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી નદીના બ્રીજ ઉપર પહોંચ્યો. જ્યાં તેણે છરી અને પોતાના સેન્ડલ નદીમાં ફેંકી દીધા

ઘટના ક્રમ -11) છરી, મોબાઈલ અને સેન્ડલ નદીમાં ફેંકી દીધા બાદ પાર્થ શહેરના એક નામંકિત ગરબા ગ્રાઉન્ડ પર પણ ગયો હતો. જ્યાં તે પોલીસને જોઇ ડઘાઇ ગયો અને તેણે પ્રશ્ન પણ કરવામાં આવ્યો કે તારા ચપ્પલ ક્યાં છે.


ઉલ્લેખનીય છે કે,સાથે જ અભ્યાસ કરતા અને સાથે જ ખાતા પિતા અને તહેવારો માણતા મિત્રએ જ પ્રણય ત્રિકોણ માં મિત્રને મોત ને ઘાટ ઉતારી દેતા શહેર માં યુવાનોમાં વધતા ક્રાઇમ રેટ માટે પણ સવાલો ઉભા કર્યા છે

Continues below advertisement
Sponsored Links by Taboola