Vadodara Rain: રવિવારે સાંજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરા અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સમી સાંજે પડી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીરી ધારે વરસાદ પડ્યો હતો. શહેરના છાણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિત વિસ્તારમાં વરસાદ  પડ્યો હતો.


હવામાન વિભાગે શું કરી છે આગાહી

 હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


ગુજરાત રાજ્યમાં આગામી બે સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ આગાહી મુજબ, 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, કચ્છ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, 11થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે. 24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે. ખેડૂતોને સાવચેત રહેવા અને યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવે છે.