Vadodara: વડોદરાના કરજણ - ખાંધા રોડ પર મોટરસાઇકલ - હાઈવા ડમ્ફર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 30 વર્ષીય મોટરસાઇકલ ચાલકનું સ્થળ પર મોત થયું. 30 વર્ષીય દશરથ નામનો વ્યક્તિ પોતાની મોટરસાઇકલ લઇને ખાંધા ગામથી નોકરીએ જવા નીકળ્યો હતો. હાઈવા ડમ્પરને ઓવરટેક કરવા જતાં ડમ્પરનું માથાના ભાગે ફરી વળતાં સ્થળ પર જ મોત થયું હતું.
મૃતકની ઓળખ કરજણના ખાંધા ગામના 30 વર્ષીય દશરથ અમીરભાઈ તરીકે થઈ છે. કરજણ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડમ્ફર ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે.
યુવતીને મકાન બતાવવાનું કહી યુવક લઈ ગયો મહેસાણા ને પછી.....
પાલનપુરની યુવતીને મહેસાણા મકાન બતાવવાનું કહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવકનું ઘર બતાવવાનું કહી મહેસાણા લઈ ગયા હતા. મહેસાણામાં યુવકે યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ દાંતાના હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિહારમાં પગાર લેવા ગયેલા યુવકને ધાબા પરથી ફેંકી દીધો
બિહારના મુંગેરના કાસીમ બજાર પોલીસ સ્ટેશનના બડી બજારના રહેવાસી રિઝવાનના પુત્ર ગુફરન (24)નું શનિવારે પટનાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતા જ સંબંધીઓ અને પડોશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટીબજારમાં મૃતદેહને રોડની વચ્ચે રાખીને સગાસંબંધીઓએ આરોપીઓની ધરપકડની માંગ શરૂ કરી હતી. હંગામાની માહિતી મળતાં જ સદર એસડીપીઓ, ખડગપુર ડીએસપી, તારાપુર ડીએસપી, સદર બીડીઓ વિકાસ કુમાર, કોતવાલી, કાસિમ બજાર, પૂર્વસરાય ઓપી, સફિયાસરાય ઓપી સહિત મોટી સંખ્યામાં જવાનો ત્યાં પહોંચ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાક બાદ મામલો શાંત થયો. તેની માતા સમિના ખાતુને જણાવ્યું કે, થોડા મહિના પહેલા તે શાસ્ત્રી ચોક સ્થિત ઓટોમાં બાઇક સર્વિસનું કામ કરતો હતો. ત્યાં સમયસર મજૂરી ન મળતાં કામ છોડી દીધું હતું અને ગંગા ઓટોમાં લાગી ગયા. શુક્રવારે તે ત્રણ મહિનાનું વેતન લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન કૃષ્ણા ઓટો દુકાનના માકાન માલિક કુલકુલ ગુપ્તા અને તેના પુત્રએ છત પર બોલાવી પહેલા મારપીટ કરી અને બાદમાં છત પરથી ફેંકી દીધો. ગુફરાન બે ભાઈઓમાં નાનો ભાઈ હતી.