Newspaper Vendor Daughter: દેશમાં આજે પણ મહિલાઓને પોતાની જગ્યા બનાવવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રમતગમત, બિઝનેસ જેવા અનેક ક્ષેત્ર છે જ્યાં મહિલાઓની હાજરી ખૂબ જ ઓછી છે. ગુજરાતના વડોદરાની અક્ષદા દલવીએ પોતાની મહેનતથી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવમાં અક્ષદાના પિતા ન્યૂઝપેપર વેચીને પરિવારનું ગુજરાત ચલાવે છે. અક્ષદાએ ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ માટે ક્વોલિફાય કર્યું છે.
અક્ષદાએ કહ્યું કે તેને બાળપણથી જ કિક બોક્સિંગનો શોખ હતો અને તેણે પાંચમા ધોરણથી જ કરાટે શીખવાનું શરૂ કરી દીધું હતું. અક્ષદાએ પોતાના પ્રથમ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી આખા દેશને ગૌરવ અપાવ્યું હતું. તેણે એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે મે પાંચમું ધોરણ પાસ કર્યું તો મે કરાટે શીખ્યા હતા જેના એક વર્ષ બાદ મે કિક બોક્સિંગ શરૂ કર્યું અને મને પ્રેરણા મળી કે મારે હવે ઇન્ટરનેશનલ રમવું જોઇએ. મને મારા કોચ સારી ટ્રેનિંગ આપે છે અને સાથે જ પરિવારજનો પણ હંમેશા સપોર્ટ કરે છે.
નોંધનીય છે કે કિક બોક્સિંગ એરોબિક વ્યાયામનું એક રૂપ છે જેમાં મિક્સ્ડ માર્શલ આર્ટ ટેકનિકનો ઉપયોગ કરાય છે. આ એક માર્શલ આર્ટ રમત છે જે તમારા શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. માર્શલ આર્ટ કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીથી બચી શકે છે સાથે જ શરીરમાં લોહીનું ભ્રમણ સારી રીતે થઇ શકે છે. કિસ બોક્સિંગની શરૂઆત સૌ પ્રથમ વર્ષ 1930માં જાપાનમાં થઇ હતી.